• Page 1

વડીયામાં મારૂ બાળપણ
મારો જન્મ ૧૯૪૪માં વડીયામાં સુરગપરા માં થયો હતો, હાલ તે ઘર “કૃષ્ણ કુંજ ” નામ છે (લગભગ) આ ઘર કાથડ બાપુના બંગલાની પાછળ હતુ (હાલ કાથડ બાપુના બંગલો પડી ગયો છે અને ખાલી પ્લોટ છે) અંહી મારા મોટાભાઈ તુલસીભાઈનું અવસાન થયું હતું.
હુ હાલ ૧૫ એપ્રીલ ૨૦૧૪ એટલે ૬૨ વર્ષે વડીયા આવ્યો હતો. બેન જયશ્રી પારેખ (વકીલ) તેની મુલાકાત વડીયા પ્રવેશતા થઈ, તેણે બધી માહીતી આપી અને તેઓ મારી અને મારી પત્ની આશા સાથે આવ્યા.
અમે સૌરાષ્ટ્ર્ર ગ્રુર્જર સુથાર જ્ઞાતીનાં મારા પીતાશ્રી નાગજી દામજી મીસ્ત્રી(ભેસાણીયા) અને માતૃશ્રી મોંઘીબેન  મુંબઈથી સ્થાયી થવા અંહી આવ્યાં હતા. અમારી શો મીલ, સાથે અનાજ દળવાની ઘંટી અને સીઝનમાં માંડવી ફોલવાના મથીન ચાલતાં. ૧૯૫૦ની આસપાસ આગથી આ બધુ ભસ્મીભુત થઈ ગયુ. એટલે ફરીથી બાપુજી એકલા ધંધાર્થે મુંબઈ ગયા. અમે બાકીના કુટુંબીઓ ૧૯૫૨માં મુંબઈ ગયાં શ્રી છગન બાપા અમને મુકવા આવ્યાં હતા. તે જમાનાંમાં વડીયાથી વિરમગામ, અને વિરમગામમાં ગાડી બદલવાની હોય, એટલી ગીર્દી થતી કે, કુલીઓ સામાન સાથે પેસેન્જરને પણ બારીમાંથી ચડાવતાં.(બારીમાં સળીયા નહોતા રહેતા)
વડીયામાં મારા પિતાશ્રીનાં મીત્રો પૂ.અભરામભગત શ્રી.છગન ગીગા મીસ્ત્રી (સચાણીયા) અને શ્રી છગનભાઈ વકીલ હતાં. પૂ.અભરામ ભગત જ્યારે HMVમાં રેકોર્ડીંગ માટે અને પ્રોગ્રામ માટે મુંબઈ આવતાં ત્યારે અમારા મલાડના ઘરે આવતાં કોઈ વાર રહેતા પણ ખરા, તેઓ તે જમાનામાં રફીની બરોબરીના ગાયક હતા પણ તેમની  ઈચ્છાના હોવાથી ફીલ્મમાં ગાયુ નહિ.
હુ  જે કુમાર શાળામાં ભણ્યો તે ૧૮૭૭ માં શરૂ થયેલ હતી મારી બહેનો કન્યા શાળામાં ભણ્યાં ત્યાં કુવરીબા આવતાં તેમને લેવા મુકવા બગી આવતી. સ્કુલમાંથી રીશેશમાં ઘરે આવતાં પાછા જતાં નદી છીછરી હોવાથી નદીમાં થઈ જતાં, ન્હાવાની લાલચ ન રોકાતા કોઈ વાર નાહી પણ લેતા, કપડા કાઢી નાહ્યા પછી  એજ કપડાં પહેરી લેતા-વાળ ભીના રહેતા શિક્ષકને ખબર પડી જતાં માર પડતો. અમારા વર્ગ શિક્ષક ખુબજ સુધડ અને ખાદીનાં ધોતીયું ઝભ્ભો ખુબજ સુંદર રીતે પહેરતાં.
મારૂ બાળપણ જ્યાં વીત્યું તે જગ્યા, સ્કુલ, કન્યાશાળા પોસ્ટ ઓફીસ વગેરે , અને સુરગપરાના ઘરો, જે હાલતમાં હતાં તેજ હાલતમાં અડીખમ મે ૬૨ વર્ષ પછી પણ જોયા, કન્યાશાળા અને પોસ્ટ ઓફીસને કાળની થોડી થપાટો  લાગી છે. શ્રી કાથડભાઈનો બંગલો પડી ગયો છે, તેની જગ્યા એ ખાલી પ્લોટ છે.
અમારૂ ઘર(લગભગ) કૃષ્ણકુંજ  વેચી દીધા પછી, અમે બાજુની ગલીમાં મારા મામા શ્રી. વાઘજી-ભીમજી મીસ્ત્રી (સીધ્ધપરા)નાં ઘરમાં રહેતા હતાં અમારી બાજુમાં ચીમનભાઈ  રહેતા હતાં. સામે ભનુભાઈ અને નટુભાઈ  રહેતા હતાં. તેઓ બ્રાહ્મણ હતાં. તેમાના કોંઈ પછીથી રેલ્વેમાં હતા. ભનુભાઈનાં વિધવાને અમે મલ્યા. બીજી કોઈ માહીતી નથી.
મુંબઈમાં મારૂ ભણતર વગૈરે પૂરૂ કરી, થોડો વખત ધંધો કર્યા પછી છેલ્લા ૪૦/૪૫ વર્ષથી હુ વડોદરામાં સ્થાયી થયો છું.
વર્ષો પછી વડીયા આવ્યો તે પણ મારી પત્ની આશા સાથે હું ખુબજ આનંદીત થયો. જુની યાદો તાજી થઈ જાણે મારૂ બાળપણ પાછું આવી ગયું હોય તેવું લાવ્યું બેન જયશ્રી પારેખનો, શ્રી ભોંકીયા સાહેબ અને રાજેશ ભોંકીયાનો આભારી છું.                  
 આભાર સહ.
છોટુભાઈ નાગજીભાઈ  ભેસાણીયા, ૭૨, માત્રી મંદિર સોસાયટી,
ઈસ્કોન મંદિર પાસે, મકરંદ દેસાઈ રોડ, વડોદરા-૩૯૦૦૧૫
મો.૯૮૨૫૦૪૪૫૦૭.    Email : cnbhesaniya@yahoo.in

3 My School est in 1877.With Jayshree Advocate in Vadia 5 Asha is in Surajpara, where we stayed 6 Krishan-Kunj was our own house, my father soil in 1949. 7 The House i styed befor leaving for Bombay 8 Postoffice, which was in good condi in 1952, now Khander but still working. [Topic for Bharat] gallery php lightboxby VisualLightBox.com v5.7